મોરબી : મોરબીની સાહિત્યપ્રેમી જનતા માટે યોજાઈ છે કવિતાનું લોકપ્રિય સ્વરૂપ એટલે ગઝલ અને એવી ગઝલોની જ્યાં રમઝટ થશે એવો ગઝલોત્સવ, પી. જી. પટેલ કોલેજ દ્વારા આજે ગઝલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પી. જી. પટેલ કોલેજ ખાતે આજે તારીખ 8 જૂન શનિવારના રોજ રાત્રે 9 થી 11 વાગ્યાં દરમ્યાન ગઝલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગઝલોત્સવમાં પોતાની રચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા ગઝલકારો કવિ રામ વારોતરીયા , કવિ વિશાલ પારેખ અને કવિ જનાર્દન દવે ઉપસ્થિત રહેશે અને આ ઉપરાંત કાર્યક્રમનું સંચાલન મનન બુદ્ધુદેવ દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં આવવા આતુર તમામ માટે ખાસ નોંધ કે બધાને વ્યવસ્થાના ભાગરૂપે મો. 82380 88777 પર રજીસ્ટ્રેશન કરાવવાનું જણાવાયું છે. પી. જી. પટેલ કોલેજ દ્વારા મોરબીની સાહિત્યપ્રેમી જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમત્રંણ છે.