મોરબી : મોરબીના અધ્યાપકનું ગઝલ સંગ્રહ 'પહેલો વરસાદ'નું કરાયું વિમોચન કરવામાં આવ્યું છે.આ વિમોચન કાર્યક્રમનો પ્રારંભ કોલેજની બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.કોલેજનો સ્ટાફ,વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.ગઝલકારનું શ્રીફળ, પડો તેમજ શાલથી સન્માન કરવામાં આવેલ હતું. મોરબીના અધ્યાપક અને શિક્ષણ, સમાજ, સાહિત્ય સાથે સતત જોડાયેલા એવા પ્રોફેસર રામ વારોતરીયાના ગઝલ સંગ્રહનું તેમની જ કોલેજમાં ગત તા.૩૦ના રોજ વિમોચન કરવામાં આવેલ હતું. સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયેલ હતો. રામ વારોતરિયા આ કોલેજમાં છેલ્લા ૨૪ વર્ષથી અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્ય પ્રવૃત્ત છે. તેમના વિષયમાં તેમણે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સારું એવું ખેડાણ કરેલ છે. વિષયમાં તેમના પાંચ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. આ ઉપરાંત વિષય અને શિક્ષણના ૧૦૦થી વધુ સંશોધન પેપરો અને અભ્યાસ લેખો તેમણે લખેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ ચાર વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. તેઓ ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના ૨૦૧૭થી જોઈન્ટ સેક્રેટરી છે. પોતાના વિષય ઉપરાંત સાહિત્યમાં પણ તેઓ વિશેષ રુચિ ધરાવે છે. તેની ફળશ્રુતિ સ્વરૂપે તેમનો આ ગઝલ સંગ્રહ ૭૨ ગઝલોથી રાજકોટના પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત, સાહિત્યકાર અને વક્તા ડો. સતિષભાઈ પટેલે પ્રસ્તાવના લખેલ છે. આ ગઝલ સંગ્રહ મોરબીના જાણીતા કવિ બિપીન મધુરને અર્પણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ડો.સતિષભાઈ પટેલ, ભાવેશ્વરીબેન, રાજકોટના જાણીતા કવિ યુગલ દીપકભાઈ ત્રિવેદી અને હર્ષિદાબેન ત્રિવેદી, કવિ બિપીન મધુર, સર્વોદય એજ્યુકેશન સોસાયટીના માનાર્હ મંત્રી રજનીભાઈ મહેતા, ટ્રસ્ટી દેવાંભાઈ દોશી વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી ગઝલ સંગ્રહની વિશિષ્ટતાઓ પ્રગટ કરી ગઝલ સંગ્રહને આવકારેલ અને ગઝલકારને નવાજી તેનું સન્માન કરેલ હતું. આ પ્રસંગે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના સંચાલક મંડળ દ્વારા રામ વારોતરિયાનું ભારતીય પરંપરા મુજબ શ્રીફળ, પડો તેમજ શાલથી સન્માન કરવામાં આવેલ. ડો. સતિષભાઈ પટેલ તથા પૂજ્ય ભાવેશ્વરીબેન દ્વારા 'પહેલા વરસાદ' ગઝલ સંગ્રહમાં જોવા મળતી ગઝલકારની સર્જનાત્મકતા અને સમાજ જાગરૂપતાની ખેવના વિગતે ચર્ચ કરવામાં આવેલ હતી. સમારોહના પ્રમુખ પ્રદીપભાઈ વોરા દ્વારા રામ વારોતરીયાને ખાસ અભિનંદન પાઠવતા પોતાની સંસ્થાનું ગૌરવ વધારનારા અધ્યાપક તરીકે નવાજવામાં આવેલ હતી. કોલેજની બહેનો દ્વારા પ્રાર્થનાથી કાર્યક્રમનો પ્રારંભ થયેલ. કોલેજના પ્રિન્સિપાલ કે. આર. દંગી દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન ડો. અનિલસિંહ રાજપુત દ્વારા અને આભાર વિધિ પ્રા.જે. એમ. કાથડ દ્વારા કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ- વિદ્યાર્થીઓ, સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત અન્ય કોલેજ અને શાળાના આચાર્ય તથા સ્ટાફ, મોરબીના સાહિત્ય પ્રેમીઓ તથા રામ વારોતરિયાના સંબંધીજનો-મિત્રો ઉપસ્થિત રહેલ. કોલેજના આચાર્ય સ્ટાફગણ તથા એન. એસ. એસ.ના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી. વિમોચન સમારોહ બાદ એક કાવ્ય પઠનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં રાજકોટથી આવેલા જાણીતા કવિ દીપકભાઈ ત્રિવેદી તથા કવયિત્રી હર્ષિદાબેન ત્રિવેદીની ઉપસ્થિતિ ખાસ આકર્ષક રહેલ. આ ઉપરાંત મોરબીના જાણીતા કવિ બિપીન મધુર, રામ વારોતરિયા, શૈલેષ મહેતા, કવિ જલરૂપ અને ઉષાબેન જાદવ દ્વારા કાવ્ય પઠન કરવામાં આવેલ.લગભગ ત્રણેક કલાક ચાલેલા આ સાહિત્યક કાર્યક્રમને માણીને ઉપસ્થિત સાહિત્ય રસિકોએ હર્ષ અનુભવેલ હતી.