મોરબી : મોરબી SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતો-ફરતો આરોપી પકડી પાડવામાં આવ્યો હતો. ગઈકાલે તા. 6 ફેબ.ના રોજ મોરબી SOG ટીમને બાતમી મળેલ કે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી શૈલેષભાઇ કચરાભાઈ પારગી (રહે. નાના સલરા, તા. ફતેપુર, જી. દાહોદ, હાલ રહે. એલિસ સીરામીક, મોરબી-હળવદ રોડ, તા. મોરબી, મૂળ રહે. હોળી ફળિયું, સલરા ગામ, તા. ફતેપુર, જી. દાહોદ) ઘુંટુ ગામ નજીક હળવદ-મોરબી રોડ પર એલિસ કારખાનામાં કામ કરે છે. તે બાતમીના આધારે આરોપીની ધોરણસર અટક કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.