મોરબી : માં મેલડી યુવા ગૃપ દ્વારા તા. 5-2-2025ને બુધવારના રોજ શ્રી જીવાવાળા મેલડી માતાજીનો નવરંગ માંડવો તથા નવચંડી યજ્ઞનું આયોજન શ્રી સતવારા સમાજની વાડી, ઘનશ્યામપુર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તા 5-2-2025ને બુધવારના રોજ સવારે શુભ ચોઘડિયે મંડપ મુહુર્ત, બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ, સાંજે 4 કલાકે નારિયેળ હોમવાનું મુહુર્ત, રાત્રે 9 કલાકે ડાકની રમઝટ તથા તા. 6-2-2025ને ગુરુવારના રોજ શુભ ચોઘડિયે મંડપ વધાવવામાં આવશે.