વાંકાનેર : વાંકાનેર તાલુકાની જુના કણકોટ સીઆરસીની ઘીયાવડ પ્રાથમિક શાળામાં વિશ્વ ટોયલેટ દિવસની આયોજનપૂર્વક ઉજવણી આગાખાન સંસ્થાના સહયોગથી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે શાળા પરિવાર દ્વારા જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી અને સ્વચ્છતા ને લગતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ માટે બાળમેળાના ભાગ રૂપે સંસ્થા દ્વારા સ્વચ્છતાને સંબંધિત પ્રવૃતિઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.એસ.એમ.સી.ના સભ્યો અને ઉપસરપંચ ધૃવરાજસિંહએ હાજરી આપી હતી.તેમને વિદ્યાર્થીનોને સ્વચ્છતા બાબતે કામગીરી કરવા અપીલ કરી હતી.તેમ આચાર્ય વીરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયુ છે.