માળિયા : માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામે આજે ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા. આ પ્રકારના લગ્ન કરવાનો બોપલીયા અને મુંદડિયા પરિવારે નિર્ણય લઈને સમગ્ર સમાજને પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. સરવડ નિવાસી અમૃતલાલ ડાયાભાઇ બોપલિયાનાં સુપુત્ર હિમાંશુના સુભ લગ્ન લાલપર નિવાસી મૂળ ગામ માણેકવાડાના મુંદડિયા હરેશભાઈ કરસન ભાઈની સુપુત્રી કીર્તિબેન સાથે સાથે નિર્ધારિત કરવામાં આવ્યા હતા. બાદમાં બન્ને પરિવારે સમય અને નાણાના વ્યયને બચાવવા ઘડિયા લગ્નનો નિર્ણય લીધો હતો. આ ઘડિયાં લગ્નને બિરદાવવા માટે ઘડિયાં સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ડોકટર મનુભાઈ કૈલા, મંત્રી જયંતિભાઈ વિડજા, સભ્ય ઠાકરશીભાઈ કલોલ તથા વરસડા જયંતિભાઈએ હાજરી આપી હતી.