મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા નજીક આવેલ જેટકો સબ સ્ટેશનમાં નોકરી કરતા મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ખાંડણીયા ગામના વતની અને હાલમાં બરવાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ બલુભાઈ નાયક ઉ.40 કચેરીએ ફરજ પર હતા ત્યારે ગઈકાલે સાંજના સમયે અચાનક તેમને છાતીમાં દુઃખાવો થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હાર્ટએટેકેથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.