પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ 28 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશેમોરબી અપડેટ: ગાંધીનગર રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધાના નિયમો મુજબ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14 થી 35 વર્ષની બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસ સ્પર્ધામાં 14 થી 40 વર્ષની ઉંમરના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે. રાસ તેમજ પ્રાચીન અને અર્વાચીન ગરબાની સ્પર્ધા માટેનો સમય 6 થી 10 મિનિટનો નિર્ધારિત કરાયો છે. દરેક કૃતિમાં 12 થી 16 સ્પર્ધકો ભાગ લઈ શકશે અને સંગીત-ગાયન વગેરે માટે વધુમાં વધુ 4 સહાયક વ્યક્તિઓ રાખી શકાશે.આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ ભરી સાથે આધારકાર્ડની નકલ જોડીને તારીખ 28 સપ્ટેમ્બર 2026 સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. 257, તાલુકા સેવા સદન, બીજો માળ, લાલબાગ, મોરબી-2 ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ મળેલા કે અધૂરી વિગતો ધરાવતા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ સ્પર્ધા અંગેની વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર 02822-241844 ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Navratri #GarbaCompetition #RaasGarba #MorbiNavratri #GujaratCulture