અભિનય ક્ષેત્રે રસ ધરાવનાર માટે સૂવર્ણ તક, સિટી લાઈટ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા યોજાશે મેગા ઓડિશન : મેગા ઓડિશન ઈવેન્ટમાં મોરબી અપડેટ મીડિયા પાર્ટનર મોરબીઃ અભિનય ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મોરબીના આંગણે મળી રહ્યો છે. મોરબીમાં સિટી લાઈટ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા આવનારી શોર્ટ ફિલ્મ માટે ઓડિશન યોજાનાર છે. આ મેગા ઓડિશન ઈવેન્ટમાં મોરબી અપડેટ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. પોતાની અંદર રહેલી એક્ટિંગની કળાને પ્રદર્શિત કરવા માટેની તક સિટી લાઈટ એન્ટરટેઈન્મેન્ટ આપી રહ્યું છે. સિટી લાઈટ એન્ટરટેઈન્મેન્ટની યુટ્યુબ ચેનલ પર સૌપ્રથમ વખત શોર્ટ ફિલ્મ ZERO માટેનું મેગા ઓડિશન આગામી તારીખ 1 એપ્રિલ, 2023 ને શનિવારના રોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન વિરપર ખાતેના નવયુગ સંકુલમાં યોજાનાર છે. આ સમગ્ર ઈવેન્ટમાં મોરબી અપડેટ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. આ મેગા ઓડિશનમાં દરેક ઉંમરના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. અભિનય ક્ષેત્રે રસ ધરાવતા લોકોએ આ મેગા ઓડિશનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન આ https://forms.gle/h1dn5QZ8ykQTGx1m8 લિંક પરથી કરાવી શકાશે. શોર્ટ ફિલ્મમાં ઓડિશન માટે તેમજ ઓડિશનમાં પસંદ થયા બાદ ભાગ લેનારે કોઈપણ પ્રકારનો ચાર્જ ચુકવવાનો નથી. વધુ માહિતી માટે મો.નં. 9157145049 પર સંપર્ક કરવા જણાવાયું છે.