મોરબી : રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જનહિત માટે યોજનાઓ જાહેર કરતી હોય છે. ઘણી વાર યોજનાઓ અંગે માહિતગાર ન હોવાથી યોજનાઓનો લાભ મેળવી શકાતો નથી. અથવા તો યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ન હોવાથી યોજનાઓનો લાભ મેળવી શકાતો નથી. સરકારી યોજનાઓ ઉપરાંત નોકરી માટે, મિલકતના ખરીદ-વેચાણ જેવી અનેક બાબતો માટે પણ અમુક ડોક્યુમેન્ટની આવશ્યકતા હોય છે. અહીં ક્લિક કરો: તમામ યોજના ફોર્મ ત્યારે અગત્યના ડોક્યુમેન્ટ તથા સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી અહીં એટેચ કરેલ પી.ડી.એફ.માંથી મેળવી શકાશે. આ પી.ડી.એફ.માં આવકના દાખલા, આયુષમાન ભારત કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, રેશન કાર્ડ, વોટર કાર્ડ ઉપરાંત આવાસ યોજના, આર્થિક રીતે પછાત (EWS), વિદ્યાર્થીઓને સહાય, ગ્રામોદય યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, વ્હાલી દીકરી યોજના સહિતની 125 યોજનાઓ અંગેના જરૂરી પુરાવાઓ અને પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..