રૂપિયા 299 અને 396ના પ્રીમિયમમાં 10 લાખનો વીમો અને 60 હજાર સુધીનો દવાખાના ખર્ચ મોરબી : આજની ભાગદોડ ભરી લાઈફ સ્ટાઈલમાં મેડીક્લેમ અત્યંત આવશ્યક છે પરંતુ ખાનગી કંપનીઓના મસમોટા પ્રિમિયમને કારણે મધ્યમ કે ગરીબ વર્ગ આવો વીમો ઉતરાવી નથી શકતા ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા માત્ર એક ફોન રિચાર્જની કિંમતમાં એતે કે ફક્ત રૂપિયા રૂપિયા 299 અને 396ના પ્રીમિયમમાં 10 લાખનો વીમો અને 60 હજાર સુધીનો દવાખાના ખર્ચ આપતી વીમા યોજના લોન્ચ કરી છે જે મોરબીની પોસ્ટ ઓફિસ ઉપર ઉપલબ્ધ છે. મોરબી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તર જે. આર. રાવલના જણાવ્યા મુજબ તા.20 અને તા. 21 એમ બે દિવસ માટે આકસ્મિક વીમા યોજના માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ગૃપ જનરલ વીમા પોલિસીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાર્ષિક ફક્ત 299 અથવા 396નાં એક વર્ષનાં વાર્ષિક પ્રીમિયમથી આકસ્મિક રૂપિયા 10લાખનો વીમો અને રૂપિયા 60 હજાર સુધી દવાખાનાનો ઓપીડી ખર્ચ મળશે. સાથે અનેક બીજા ફાયદા પણ છે જે આકસ્મિક વીમા પોલિસી તુરંત જ લાગું પડશે, આ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ખાતેદારનું આધાર કાર્ડ અને વારસદારનું આધારકાર્ડ સાથે રાખી ગુરૂવારે અને શુક્રવારે બન્ને દીવસ માટે મેઈન પોસ્ટ ઓફિસમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોરબીની જાહેર જનતાને બહોળી સંખ્યામાં આ વીમા કવચનો વધુમાં વધુ લાભ લેવા માટે જણાવાયુ છે.