મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની સાધારણ સભા રવિવારે યોજવામાં આવનાર છે. વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીની વાર્ષિક સાધારણ સભા તા. 10ને રવિવારના રોજ વરિયા મંદિર ખાતે સાંજના 4 વાગ્યે રાખવામાં આવેલ છે. જેમાં સંસ્થાના બંધારણ કારોબારી બદલવાની થતી હોય નવી કરોબારીની રચના કરવી, નવી કારોબારીમાં યુવા વર્ગ અને શિક્ષિત વર્ગનો સમાવેશ કરવો, સંસ્થાના વાર્ષિક હિસાબો રજુ કરી બહાલી લેવી, નવા ટ્રસ્ટીના નામ દાખલ કરવા તથા ટ્રસ્ટી વિરજીભાઈ બેચરભાઈનું મરણોતર સન્માન, કોરોના કાળમાં અવસાન થયેલ વ્યક્તિઓને શ્રદ્ધાસુમન સહિતની કામગીરી કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..