મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક તા.૨૮ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા પંચાયતમાં સભાખંડમાં યોજાશે. જેમાં પ્રથમ સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને, ગત બેઠકના ઠરાવોની અમલવારીને તેમજ સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી અપાશે.જિલ્લા પંચાયત સ્વભંડોળ (સ્ટેમ્પ ડ્યુટી) ૨૦૨૩-૨૪ ના રજુ થયેલ વિકાસના કામોની સૈધાંતિક મંજુરી અંગે કાર્યવાહી થશે. સ્વભંડોળ (સ્ટેમ્પ ડ્યુટી) ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને રેતી રોયલ્ટી ૨૦૨૧-૨૨ ના વહીવટી મંજુરી માટે રજુ થયેલ દરખાસ્તો તથા હેતુફેરના નિર્ણય કરાશે. ૧૫માં નાણાપંચના વર્ષ ૨૦૨૨-૨૩/૨૦૨૩-૨૪ જીલ્લા કક્ષાના ૧૦૪ના આયોજનના કામોની વહીવટી મંજુરી અંગે કાર્યવાહી થશે.૧૫માં નાણાપંચના વર્ષ ૨૦૨૦-૨૧/ ૨૦૨૧-૨૨/ ૨૦૨૨-૨૩/ ૨૦૨૩-૨૪ના જીલ્લા કક્ષાના ૧૦૮ ના આયોજનના કામો પૈકી હેતુફેર માટે રજુ થયેલ કામોની મંજુરી અપાશે.