મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક તા. ૨૮ને ગુરુવારના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા પંચાયત મોરબીના સભાખંડમાં યોજાશે. જેમાં ત્રણ મહિના બાદ હવે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવનાર છે.આ સભામાં સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, ગત તા. ૦૧/૧૧/૨૦૨૩ ની કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી, સદસ્યો તરફથી મળેલ પ્રસ્તાવ અંગે ચર્ચા, સ્વભંડોળ ૨૦૨૩-૨૪ ના સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ આપેલ સૈધાંતિક મંજુરીના કામોને બહાલી, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ ની વહીવટી મંજુરી માટે રજુ થયેલ દરખાસ્તોને બહાલી, ૧૫ માં નાણાપંચના વર્ષ ૨૦૨૨-૨૩ નાં જિલ્લા કક્ષાના ૧૦% ની ખુટતી રકમના કામોના આયોજનને બહાલી, ૧૫ માં નાણાપંચના વર્ષ ૨૦૨૪-૨૫ ના જિલ્લા કક્ષાના ૧૦% ના કામોના આયોજનને બહાલી, ગ્રામ પંચાયતો ખાતે સામાન્ય જનતાની સુગમતા માટે ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની માહિતી અંગેના બોર્ડ લગાડવા અંગેના ખર્ચની મંજુરીને બહાલી આપવા અંગે નિર્ણય લેવાશે.