નવી રચાયેલી 8 ગ્રામપંચાયતમાં 2.5 વર્ષ પછી ચૂંટણી યોજાશે : વિસર્જન થયેલી ત્રણ ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણી યોજાશે મોરબી : મોરબી સહીત રાજ્યભરમાં છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી અટકી જતા રાજ્યની 8400 જેટલી ગ્રામ પંચાયતોમાં લાંબા સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. જો કે, ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેના માટે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરુ કરી દીધી છે. મોરબી જિલ્લામાં નવા 8 ગામો સહીત 63 ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ 130 ગામોની 192 બેઠકની પેટા ચૂંટણી યોજાશે.રાજ્યમાં લાંબા સમયથી 8400 જેટલી ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. જો કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવા તમામ ગામોની ચૂંટણી યોજવા તૈયારી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હાલમાં જે - જે ગ્રામપંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજવાની છે તેવા ગામોની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે.જેમાં 8મી મે સુધીમા મતદાર યાદી અંગે વાંધા સૂચનો મંગાવી આગામી તા.16મીએ મતદાર યાદીની ફાઇનલ પ્રસિદ્ધિ કર્યા બાદ ચૂંટણી અંગેની વિધિવત જાહેરાત કરવામા આવશે.___________________સામાન્ય ચૂંટણી યોજાનાર ગામોના નામ___________________મોરબી તાલુકોઅમરાપર (ના.), આમરણ, ઉંટબેટ શામપર , ઓમનગર, કેરાળી, કેશવનગર, ખારચીયા, ગીડચ, ગુંગણ, ધુનડા (સ.) જીવાપર (આ.), ડાયમંડનગર, ધુળકોટ, નવા સાદુળકા, નાગલપર, ફાટસર, બીલીયા, બેલા (આ.), રાજપર(કુંતાશી), રામપર (પાડાબેકર), લક્ષ્મીનગર, સોલંકીનગર, ઝીંઝુડા, ધરમપુર ___________________વાંકાનેર તાલુકોકાશીપર-ચાંચડીયા, ધરમનગર, ભેરડા, ગારીડા, પલાંસડી, પંચાસીયા, સિંધાવદર- વીડી ભોજપરા, ભાયાતી જાંબુડિયા, પીપળીયા રાજ, ચંદ્રપુર, ભાટીયા ___________________ટંકારા તાલુકોલજાઈ, ગજડી, કલ્યાણપર, જબલપુર ___________________માળીયા મીયાણા તાલુકોરોહિશાળા, મહેન્દ્રગઢ, પંચવટી, ખીરઈ, બોડકી , ન્યુ નવલખી, ચાંચાવદરડા, નીરુબેનનગર, સુલતાનપુર, વિશાલનગર, દેરાળા, નંદનવન, હરીપર ___________________હળવદ તાલુકોઈશનપુર, ધુળકોટ, નવા ઈશનપુર, વેગડવાવ, શ્રીજીનગર, ઈશ્વરનગર, રણછોડનગર, શિવપુર, મંગળપુર, નવા રાયસંગપુર(ગાંધીપુર ), રાયસંગપુર___________________નવી રચાયેલી 8 ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત ચૂંટણી યોજાશેમોરબી જિલ્લામાં વર્ષ 2021-22 માં નવી 12 જેટલી ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવેલ જેમાંથી મોરબીની માળીયા (વનળીયા), જવાહર, ઈન્દીરાનગર મહાનગરપાલિકામાં ભળી ગઈ જયારે ટંકારાની આર્યનગર નગરપાલિકા બનતા તેમાં ભળી ગયેલ, જયારે હળવદની નવા રાયસંગપુર, માળીયા(મી.)ની પંચવટી, ન્યુ નવલખી, નીરુબેન નગર, વિશાલનગર, નંદનવન તેમજ મોરબીની સોલંકીનગર, વાંકાનેરની ભાટિયા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાશે ___________________મોરબી જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયતોની સંખ્યા___________________તાલુકાનું નામ સામાન્ય ચૂંટણી પેટા ચૂંટણી(ગામો ) પેટા ચૂંટણી(બેઠકો )મોરબી 24 36 61ટંકારા 04 22 35હળવદ 11 28 38માળીયા (મી.) 13 10 15વાંકાનેર 11 34 43___________________ટોટલ 63 130 192___________________