મોરબીઃ મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર કેશરબાગની બાજુમાં આવેલા સાર્થક વિદ્યામંદિર ખાતે આવતીકાલે ગીતા જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે તારીખ 3 ડિસેમ્બર ને શનિવારના રોજ સાર્થક વિદ્યામંદિર ખાતે મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યે સાર્થક વિદ્યામંદિર ખાતે આ ગીતા જયંતી ઉત્સવ ઉજવાશે. વધુ માહિતી માટે કિશોરભાઈ (98257 41868)નો સંપર્ક કરવા જણાવાયું છે.