મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામની ચૂંટણીમાં ગાયત્રીબેન સંદિપભાઈ સરડવાનો વિજય થયો છે. જીત બદલ મતગણતરી કેન્દ્ર પર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સરપંચ પદના ઉમેદવાર અને સભ્ય પદના ઉમેદવારને વધાવી લેવામાં આવ્યા હતા.જીત બાદ ગાયત્રીબેન સરડવાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગામમાં વિકાસના કામો બાકી છે તે આગામી દિવસોમાં પૂરા કરવામાં આવશે. ગામમાં સારો વિકાસ થાય તેને પ્રાધાન્ય આપવામાં આવશે.