મોરબી : મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા આગામી તા. 7ને રવિવારના રોજ સવારે 10થી 12 કલાકે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે સ્ટેશન રોડ પર સુરજબાગ ખાતે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ બાદ પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ મહાયજ્ઞમાં જોડાવા માટે કાઉન્સિલના સભ્યોને પ્રમુખ ડો. બી. કે. લહેરું, પૂર્વપ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને મંત્રી મહેશભાઈ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.