મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજે તા. 19-7-2025ના રોજ ઉમા વિદ્યા સંકુલ ઉમા ટાઉનશિપ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા DDO જે. એસ. પ્રજાપતિ તેમજ DDDO શૈલેષભાઈ ભટ્ટ. તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, પાર્થભાઈ ગડારા, વાત્સલ્યભાઈ ગડારાએ હાજર રહી બાળકોને વ્યસન ન કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. તેમજ બાળકોને વ્યસન મુક્તિ તેમજ વિધાર્થી જીવનમાં તેમને શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના આચાર્ય દીપકભાઈ દેત્રોજા તેમજ શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.આ કાર્યક્રમના અંતમાં દડો જે. એસ. પ્રજાપતિએ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની બીજું કોઈ વ્યસન તો નથી પરંતુ આજથી ચા કે કોફી પણ નહીં પીવે એવો સંકલ્પ લીધો હતો. જેનાથી વિધાર્થીઓમાં પણ નાનામાં નાના વ્યસન પણ નહીં કરવાની પ્રેરણા મળી હતી.