મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા તા. 10/01/2026ના રોજ સર્વોપરી સ્કૂલ, ભરતનગર ખાતે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી ગડારા પાર્થભાઈ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ અગ્રણીઓએ બાળકોને વ્યસનના ગંભીર દુષ્પરિણામો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માર્ગદર્શન બાદ, શાળાના વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસનથી દૂર રહેવા અને અન્યોને વ્યસનમુક્ત કરવા માટેના સકારાત્મક સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વોપરી સ્કૂલના આચાર્ય દિલીપભાઈ ગઢિયા, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો. કાર્યક્રમના અંતે, વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિના પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જેના થકી તેમને વ્યસનના નકારાત્મક પ્રભાવો વિશે યોગ્ય અને અસરકારક માહિતી પ્રાપ્ત થઈ હતી.