મોરબી : તારીખ 3 જાન્યુઆરી ને શનિવારના રોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તથા ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી દ્વારા મોરબીની ધી વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તથા વાત્સલ્યભાઈ ગડારા દ્વારા બાળકોને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે સમજણ આપી તથા સમાજને વ્યસન મુક્ત કરવા માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી.આ સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષક સુધીરભાઈ ગાંભવા, પુનિત ભાઈ, પારૂલબેન ગામી (ઉમા સુપરવાઈઝર), ધર્મિષ્ઠાબેન ટિટોડિયા (માધ્યમિક સુપરવાઈઝર) તથા શાળાના અન્ય કર્મચારી ગણ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોના સહયોગથી ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો હતો. સરકારી શાળાની શિસ્ત જોઈ શૈલેષભાઈ ભટ્ટ ખૂબ ખુશ થયા હતા અને આટલી મોટી સંખ્યા હોવા છતાં બાળકોએ ખૂબ શાંતિ પૂર્વક કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો તેના માટે શાળાના સંચાલનને અભિનંદન આપ્યા હતા.