મોરબી : ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી દ્વારા શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજે 8 ફેબ્રુઆરીના રોજ મહેન્દ્રનગરની સર્વોપરી સ્કૂલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા અને વાત્સલ્યભાઈ ગડારાએ હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા. તથા પ્રિન્સીપાલે બાળકોને પ્રોત્સાહન આપવા માટે જે બાળક વ્યસન પોતે મૂકે અથવા બીજાને મૂકાવે તો તેનું સન્માન કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.આ કાર્યક્રમમાં નચિકેતા સ્કૂલના ટ્રસ્ટી મિલનભાઈ અને સર્વોપરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેશભાઈનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. સાથે શાળાના બાળકો અને અધ્યાપકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા પોતાની હાજરી નોંધાવી હતી.