ઘોઘા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષક ગૌતમ જાનીએ 'The Ghazal in America' વિષય પર પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કર્યુંમોરબી: શિક્ષણ પ્રત્યેની ધગશ અને મહેનતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હળવદના વતની અને ભાવનગરના ઘોઘા તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગૌતમ હરીશભાઈ જાનીને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે 'The Ghazal in America' વિષય પર પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે. આ સંશોધન કાર્ય બદલ ભાવનગર યુનિવર્સિટી દ્વારા તેમને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે.શિક્ષણ ક્ષેત્રે તેમનું આ યોગદાન સમાજ માટે પ્રેરણાદાયક છે. મૂળ હળવદના વતની હોવા છતાં, તેમણે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં શિક્ષણની જ્યોત પ્રગટાવી છે. તેમની આ સિદ્ધિ હળવદ અને ભાવનગર બંને માટે ગૌરવની વાત છે. આ સફળતા બદલ સમાજના વિવિધ વર્ગોમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે.ગૌતમ જાનીએ જણાવ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ થકી સમાજમાં જાગૃતિ લાવવાનો અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનો છે. તેમની આ સિદ્ધિથી ભાવનગર અને હળવદ પંથકના શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ છે. ભવિષ્યમાં પણ તેઓ આવી જ રીતે પ્રગતિ કરતા રહે અને સમાજને માર્ગદર્શન પૂરું પાડે તેવી સૌની શુભેચ્છાઓ તેમની સાથે છે.