રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ માટે ભારત સરકાર દ્વારા 25 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ તા. 25 જાન્યુઆરી, 2025ના રોજ જે.એ.પટેલ મહિલા કૉલેજ ખાતે 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ. જેમાં કલેક્ટર દ્વારા ગૌશાળાના શિક્ષક સંજય બાપોદરિયાનું બેસ્ટ બીએલઓ તરીકે સન્માનિત કરવામાં આવ્યા. મહત્વનું ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષે 25 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voter's Day) તરીકે મનાવવામાં આવે છે.આ ઉજવણીની શરૂઆત 25 જાન્યુઆરી, 2011થી કરવામાં આવી છે. 25 જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. જે અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગૌશાળા પ્રાથમિક શાળા-મોરબીના શિક્ષક અને 65-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ભાગ નંબર- 241 ના BLO સંજયકુમાર બાપોદરિયાનું BLO તરીકેની સેવાઓ અને અનુકરણીય કામગીરી બદલ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.