સીરામીક ઝોનમાં સુટ-બુટમાં સજ્જ થઇ મોંઘીદાટ ગાડીઓમાં આવી નાના વેપારીઓને ડરાવી ધમકાવી નાણાં પડાવાતા હોવાની વ્યાપક રાવ લોકોને નિર્ભીક બની ઠગ ટોળકી અંગે પોલીસને જાણકારી આપવા જિલ્લા પોલીસવડાનો અનુરોધ મોરબી : મોરબીમાં ગૌશાળા અને સંત મહાત્માના નામે બળજબરીથી ફંડ ઉઘરાવતી ટોળકી સક્રિય થઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સીરામીક ઝોનના વેપારીઓની ફરિયાદ મુજબ અધિકારીઓ કે સાધુ સંતોના સ્વાંગમાં એક ચોક્કસ પ્રકારની ગેંગ સુટ, બુટમાં સજ્જ થઈ મોંઘીદાટ ગાડીઓમાં આવી વેપારીઓને ડરાવી ધમકાવીને ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવે છે. આ ગેંગનો અનેક વેપારીઓ શિકાર બન્યા હોય આ ઉઘાડી લૂંટ ચાલવતી ટોળકીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે, આ ટોળકીના કરતૂતો અંગે જિલ્લા પોલીસવડાને વાકેફ કરાતા તેમને વેપારીઓને નિર્ભીક બનીને આગળ આવવા અને આવા બનાવ અંગે પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે. મોરબી નેશનલ હાઇવે સીરામીક ઝોન વિસ્તારમાં આવેલા નાના-નાના કારખાના અને દુકાનોના વેપારીઓ પાસેથી મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ પ્રકારની ગેંગ આંતક મચાવી રહી છે. સુટ-બુટમાં સજ્જ થઈ અધિકારીઓનો સ્વાંગ રચીને સાત-આઠ લોકોની ટોળકી મોંઘીદાટ ગાડીઓમાં આવે છે અને ગૌશાળાના નામે રોફ જમાવે છે. વેપારીઓ કે ઉધોગકારો પાસેથી ગૌશાળાના નામે બળજબરીથી ફાળા ઉઘરાવે છે. ગઈકાલે આવી જ ઘટના રફાળેશ્વર પાસે બની હતી. જેમાં એક દુકાનદારને આવી ટોળકીએ નિવૃત અધિકારી તરીકે ઓળખ આપી માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહી ડરાવી ધમકાવીને ગૌશાળાના નામે ફાળો ઉઘરાવવા આવ્યા છીએ ફાળો આપવો જ પડશે તેવું કહીને રૂ. 21 હજારની પરાણે પહોંચ આપીને ફાળો લઈ ગયા હતા. આવી જ ટોળકીમાંથી બીજી પણ એક એવી ટોળકી છે કે, કોઈ સંત મહાત્મા બનીને ચાર પાંચ લોકો આવે છે અને દુકાન કે કારખાના પાસે ગાડી ઉભી રાખી સંત ગાડીમાં બેઠા છે એવું કહી ચાર પાંચ લોકો વેપારી કે ઉધોગકારોને દબાવી ગૌશાળાના નામે ફંડ ઉઘરાવે છે. તેમજ કારખાનાના માલિકોને નિયમોની ધાક આપીને ઉઘાડી લૂંટ ચલાવે છે. આ ટોળકી નિવૃત સરકારી અધિકારી અને સતો-મહંતોની ઓળખ આપીને લૂંટ ચાલવતી હોવાનો ઘણા બધા દુકાનદારો અને ઉધોગકારોને કડવા અનુભવ થયા છે. આ ટોળકી સોફેસ્ટિકેટેડ કપડાં પહેરીને આસલી અધિકારીઓ લાગતા હોય એવી શેખી મારીને દુકાનો અને ઉધોગોમાં ગૌશાળાના નામે રીતસર ધતિંગલીલા ચલાવે છે.જો કે આ ટોળકી નિયમોની ધાક આપી અમારે કઈ પૈસાની જરૂર નથી પણ ગૌશાળા માટે આટલા પૈસા આપવા જ પડશે અને એટલા પૈસા આપી જ દયો તેવી લુખ્ખી ધમકી આપે છે. જો કે આ ટોળકી રૂ. 5 હજાર કે 10 હજાર લેતી નથી.પણ તેમણે જે ઉંચી રકમ નિર્ધારિત કરી હોય એ રકમ આપવી જ પડશે તેવું દબાણ કરે છે.આથી સામાન્ય વેપારીઓ કે ઉધોગકારો આવી ધમકીથી ડરી જતા હોય છે અને તેમણે દબાણ વશ નાણાં આપવા પડે છે. આ ગંભીર બાબતે એસ.પી. એસ.આર.ઓડેદરાને વાકેફ કરાતા તેઓએ જણાવ્યું હતું કે, આવી કોઈપણ ટોળકી આવે તો પૈસા આપવા નહિ, અને કોઇએ આવી ટોળકીથી ગભરાવવા જેવું નથી. આ ટોળકી કઈ ગાડીમાં આવે અને તેની સમગ્ર હિલચાલની વિગતો મેળવી નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન નંબર (02822- 243 478) સંપર્ક કરવો, આવી ટોળકી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને ટોળકીને ઝડપી લેવા હાઇવે ઉપર પોલીસ સઘન પેટ્રોલીંગ કરી તપાસ ચાલવશે. એટલે અધિકારીઓના નામે કોઈપણ વ્યક્તિ પૈસા માંગે તો આપવા નહિ અને નીડર બન્ને લોકો આગળ આવે તેમજ પોલીસને સહકાર આપવાની અપીલ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..