પોલીસને અરજી આપી છતાં ચોર પકડાયો ન હોવાની રાવhttps://youtu.be/0UiNRaex2Nwમોરબી : મોરબીના નરસંગ ટેકરી મંદિરે એક ગઠિયાએ મહિલાનું પર્સ ચોર્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નરસંગ ટેકરી મંદિરમાં ગત તા.20 ઓગસ્ટના રોજ એક મહિલા ભાવિક બેઠા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે તેની પાછળ બેસીને પર્સ સેરવી લીધું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામા આવ્યા છે. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે વિડીયોના પુરાવા સાથે લેખિત અરજી આપવામાં આવી હતી. પણ હજુ સુધી ચોર પકડાયો ન હોવાની ફરિયાદીએ રાવ પણ કરી છે.