કાલે મંગળવારે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી, જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુંજિલ્લામાં નિયત સ્થળો પર હાથ ધરાશે મતગણતરી પ્રક્રિયા; જાહેરનામાનો ભંગ કરનાર સામે લેવાશે કડક કાર્યવાહીમોરબી : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અન્વયે મોરબી જિલ્લામાં યોજાયેલ મતદાન બાદ આવતીકાલે તા. 28-4-2026 ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરી માટે નીચે મુજબના સ્થળો નિયત કરવામાં આવ્યા છે:મોરબી મહાનગરપાલિકા: ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, ઘુંટુ, મોરબી (વોર્ડ વાઇઝ અલગ-અલગ રૂમ). મોરબી જિલ્લા/તાલુકા પંચાયત: એલ. ઈ. ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ (ડિપ્લોમા), પીપળી- ઘુંટુ રોડ, મોરબી. વાંકાનેર નગરપાલિકા અને જિલ્લા/તાલુકા પંચાયત: શ્રી અમરસિંહજી હાઈસ્કુલ, વાંકાનેર. હળવદ જિલ્લા/તાલુકા પંચાયત: મોડેલ સ્કૂલ, હળવદ. ટંકારા નગરપાલિકા અને જિલ્લા/તાલુકા પંચાયત: આઈ.ટી.આઈ. ટંકારા, મોરબી-રાજકોટ હાઈવે. માળિયા(મિયાણા) નગરપાલિકા અને જિલ્લા/તાલુકા પંચાયત: મોડલ સ્કૂલ, મોટી બરાર, તા. માળિયા(મિયાણા). આ જાહેરનામા અનુસાર મતગણતરી કેન્દ્રો પર1. અધિકૃત પ્રવેશ પાસ વગર કોઈ પણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહીં.2. મતગણતરી કેન્દ્રની આસપાસના 200 મીટરના વિસ્તારમાં પૂર્વ પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવું, સભા ભરવી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ છે.3. ઉમેદવારો, ચૂંટણી એજન્ટો કે અન્ય કોઈ પણ વ્યક્તિ મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, વાયરલેસ સેટ કે અન્ય સંદેશાવ્યવહારના સાધનો લઈ જઈ શકશે નહીં.4. વાહન પાર્કિંગ માત્ર નક્કી કરેલા સ્થળે જ કરવાનું રહેશે. આ હુકમમાંથી ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.#vote #counting #morbi #morbiupdate