પીપળી- જેતપર રોડ ઉપરની ઘટના, ગુજરાત ગેસની ટિમ નજીકમાં જ હોય તુરંત જ વિસ્તાર કોર્ડન કરી રીપેરીંગ હાથ ધર્યુંમોરબી : મોરબી નજીક પીપળી - જેતપર રોડ ઉપર આજે સાંજે ગેસલાઈન લીકેજ થયાની ઘટના સામે આવી છે. જો કે ગુજરાત ગેસની ટિમ નજીકમાં જ હોય તુરંત ઘટના સ્થળે આવી સમારકામ હાથ ધરી દીધું હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી - જેતપર રોડ પર પાવડીયારી સેન્વી સિરામિક સામે સાંજના સમયે ગેસ લાઈન લીકેજ થઈ છે. અહીં બીએસએનએલના કેબલ ફેરવવાની કામગીરી ચાલુ હતી. તે વેળાએ ભૂલથી ગેસલાઈનમાં ભંગાણ થયું હતું. જો કે સદનશીબે ગુજરાત ગેસના કર્મચારીઓ નજીકમાં જ હતા. એટલે ગણતરીની મિનિટમાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ તુરંત વિસ્તાર કોર્ડન કરી આ લાઈનનું સમારકામ હાથ ધર્યું છે. આમ આજે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી છે.