જાગૃત નાગરિકોએ ગેસ ચોરીનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યોમોરબી : મોરબીમાં ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે. સિલિન્ડર વિતરણ કરતો વ્યક્તિ ગેસ કાઢતો હોય તેવો જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવાપર- ઘુનડા રોડ ઉપર ક્રિષ્ના સાયન્સ સ્કૂલ પાસે રંગધરતી પાર્કમાં અપાતા સિલિન્ડરમાં ગેસ ઓછો આવતો હોવાની ઘણા સમયથી શંકા સેવાતી હતી. તેવામાં માલુમ પડયું કે ગેસના બાટલા વિતરણ કરનાર વ્યક્તિ જ બધા બાટલમાંથી થોડો થોડો ગેસ કાઢી એક આખો બાટલો ભરી લ્યે છે. આ ગેસ ચોરીની પ્રવૃત્તિને કેમેરામાં કેદ પણ કરી લેવામાં આવી છે. લગત વિભાગ આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ છે.