મોરબી : ટંકારાના હરબટીયાળી ગામે મેઈન બજારમાં આવેલ ગણેશભાઈ માવજીભાઈ પટેલના ઘરે કોઈ કારણોસર ગેસનો બાટલો ફાટ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે ઘરમાં અનેક વસ્તુઓને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઓચિંતા ધડાકાથી લોકો એકત્ર થઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈને ઇજા ન પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.