મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ વાસ્તવિક સ્થિતિ અંગે આપી વિસ્તૃત માહિતી મોરબી: વિશ્વભરમાં પ્રખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગ પર ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કાળા વાદળો ઘેરાયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનના નિયંત્રણ અને જહાજો રોકવાના કારણે ખાડી દેશોમાંથી આવતો ગેસ અને પેટ્રોલિયમ સપ્લાય ખોરવાયો છે, જેના કારણે મોરબીમાં પ્રોપેન ગેસની ભારે અછત સર્જાઈ છે. જેના કારણે સિરામિક ઉદ્યોગ 8થી 10 દિવસમાં સંપૂર્ણ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જીસીસી (GCC) દેશોમાંથી આવતી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સપ્લાય અત્યારે સ્થગિત થઈ ગઇ છે. ઈરાને હોર્મુઝ પોઈન્ટ પર જહાજો રોકી દીધા હોવાથી આ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલમાં મોરબીમાં પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીઓ પાસે પણ ત્રણેક દિવસનો જ સ્ટોક બચ્યો હોવાનો અંદાજ છે અને તેઓ પણ વધુ સપ્લાય અંગે કોઈ ખાતરી આપી શકતા નથી.આ ગંભીર પરિસ્થિતિને લઈને સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત ગેસના અધિકારીઓ સાથે પણ મીટિંગ કરવામાં આવી હતી. જોકે, ગુજરાત ગેસ પાસે પણ હાલ કેટલો ગેસ ઉપલબ્ધ છે અને તેઓ કેટલા દિવસ સપ્લાય આપી શકશે તેનો કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ ન હતો. જો આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિમાં સુધારો નહીં થાય અને ગેસનો સપ્લાય પૂર્વવત નહીં થાય, તો આવનારા 8 થી 10 દિવસની અંદર મોરબીનો સમગ્ર સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ કરવો પડે તેવી ગંભીર નોબત આવી શકે છે.યુદ્ધના કારણે એક્સપોર્ટમાં પણ આવશે મોટી અસરગેસની અછતની સાથે સાથે મોરબીના સિરામિક એક્સપોર્ટને પણ મોટો ફટકો પડ્યો છે. મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, મોરબીમાંથી સિરામિક પ્રોડક્ટ્સનું ઘણું મોટું એક્સપોર્ટ જીસીસી કન્ટ્રીઝ અને ગલ્ફ દેશોમાં થાય છે. હાલ ગલ્ફની ખાડીમાં જહાજો રોકાઈ જવાના કારણે મોરબીનું 20 થી 25 ટકા જેટલું એક્સપોર્ટ સીધું જ સ્થગિત થઈ ગયું છે. મોરબીનું વાર્ષિક સિરામિક એક્સપોર્ટ અંદાજે 16,000 થી 18,000 કરોડ રૂપિયાનું છે, જેમાંથી હાલની પરિસ્થિતિને જોતા અંદાજે 400 થી 500 કરોડ રૂપિયાના એક્સપોર્ટ પર સીધી અસર પડી છે અને તેને બ્રેક વાગી ગઈ છે.પ્રોપેન ગેસ ન મળતા અમુક ફેકટરીઓ શટડાઉન થયાની ચર્ચાવર્તમાન ગેસ કટોકટીની અસર હવે ગ્રાઉન્ડ લેવલ પર દેખાવાની શરૂ થઈ ગઈ છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા મુજબ, હજુ સુધી કોઈ સત્તાવાર પાકા આંકડા નથી, પરંતુ મળતી પ્રાથમિક માહિતી મુજબ પ્રોપેન ગેસ ન મળવાના કારણે મોરબીમાં બે-પાંચ જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ (શટડાઉન) થઈ ગઈ હોવાના મેસેજ મળી રહ્યા છે. જો ગેસનો પ્રશ્ન જલ્દી હલ નહીં થાય તો શટડાઉન થતી ફેક્ટરીઓનો આંકડો ઝડપથી વધી શકે છે.#MorbiUpdate #Morbi #CeramicIndustry #MorbiCeramic #GasShortage #GujaratGas #PropaneGas #ExportCrisis #IsraelIranWar #MorbiNews #ManojErvadiya