સવારે ભડાકા અને બપોરે ગેસનો બાટલા તણાયાનો વીડિયો વાયરલ ????https://youtube.com/shorts/UI8TZEn8V_c?feature=share મોરબી : મોરબીમાં આજે બપોરના સમયે ચોમાસુ સીઝનના ઓપનિંગમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા બરાબર આજ સમયે શનાળા રોડ ઉપર વરસાદી પાણીમાં એક ગેસનો બાટલો તણાઈ આવતા આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આજે મોરબીમાં ગેસના બાટલા ચર્ચાસ્પદ રહ્યા છે, સવારે ગાળા ગામના પાટિયા નજીક ગેસ એજન્સીમાં આગ લાગ્યા બાદ ગેસના બાટલા ધડાકા ભેર ફાટતા એક સગીરનું મૃત્યુ નીપજ્યું છે એવા સમયે જ બપોરે વરસાદી રમઝટ વચ્ચે શનાળા રોડ ઉપર ગેસનો બાટલો તણાતો તણાતો જતો હોય તેવો વીડિયો વાયરલ થતા લોકોમાં ગેસનો બાટલો ચર્ચાના એરણે ચડ્યો હતો.