માળીયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ માળીયા (મી.) : માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સંસ્થાએ મંડળીના સભાસદો માટે 15 ટકા ડિવિડન્ડ જાહેર કરી પ્રોત્સાહિત કર્યા હતા. માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 57મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં આર.ડી.સી. બેંકના વાઇસ ચેરમેન અને એ.પી.એમ.સી-મોરબીના વાઇસ ચેરમેન અને કૃભકોના ડિરેક્ટર મગનભાઈ વડાવીયા, આર.ડી.સી. બેંકના ડિરેક્ટર અમૃતલાલ વિડજા, મોરબી સંઘના ચેરમેન બળદેવભાઈ કોટડીયા, માળીયા સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા, માળીયા તાલુકા સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ માળીયા તાલુકાની સંસ્થાના તમામ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાએ મંડળીનું 15 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. તેમજ હાજર રહેલા પ્રીતિનિધિઓને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..