માળીયા મી : માળીયા નજીક ટ્રક રિવર્સમાં લેતી વખતે પાછળના જોટામાં આવી જતા એકનું મોત નીપજ્યું હતું.આ બનાવની માળીયા મી. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રક નં GJ 32 T 7939નો ચાલક ગઈકાલે તા.૨ ના રોજ માળીયાથી કંડલા જતા નેશનલ હાઇવે પર દેવસોલ્ટ મીઠાના કારખાને પોતાનો ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી રીર્વસમા લેતો હતો તે વખતે ટ્રકના પાછળના ભાગે ઉભેલ કનૈયાલાલ નાનુરામ ગુજજર રહે.રાજસ્થાનને અડફેટે લેતા ટ્રકના પાછના ભાગના જોટામા આવી જવાથી ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી કેલાશચંદ રાજારામ રાયકાએ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.