માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામે વર્લી ફિચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સ સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 12ના રોજ મોટા દહીંસરા ગામે આવેલ વિવેકનંદનગરની બાજુમાં કોળીવાસ પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં બચુભાઇ તરશીભાઇ જોષી વર્લી ફિચરનો જુગાર રમતો પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડ રૂ. 500 જપ્ત કર્યા છે. તેમજ આરોપી બચુભાઈની અટકાયત કરી છે.