માળીયા (મી.) : માળીયા મી.ના ચાચાવદરડા ગામ નજીક હાલમાં વેગન આર કારની ઠોકરે એક છકડો રીક્ષા ચડી જતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. માળીયા મી.ના ચાચાવદરડા ગામ નજીક આજે સવારે વેગન આર કારની ઠોકરે એક છકડો રીક્ષા ધડાકાભેર અથડાતા ત્રણ લોકો ઘવાયા હતા. અકસ્માતમાં છકડાને ખાસુ નુકશાન થયું છે. બનાવના પગલે લોકો એકઠા થઇ ગયા હતા. ઘાયલોને સારવાર માટે 108 દ્વારા મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે. જ્યાં હબીબ મહમદહુસેન સુમરા ઉં.વ.39ની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274