માળીયા (મી.) : માળીયા મિયાણા તાલુકાના તરઘરીમાં રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની મહેન્દ્રસિંગ કેકડીયાભાઇ મહેડાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ મૃતકને પીએમ માટે માળિયા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે માળીયા પોલીસે નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ. એમ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે.