માળીયા (મી.) : મોરબી ICDS દ્વારા માળીયા (મી.)ના ગુલાબડી રણ વિસ્તારમાં અગરિયા પરિવારોની મહિલા અને બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માળીયા મીયાણા તાલુકાના ગુલાબડી ગામના રણ વિસ્તારોમાં ગઈકાલે તારીખ 15ના રોજ ICDS-મોરબી વતી CDPO મયુરીબેન, સુપરવાઇઝર વર્ષાબેન, RDC અંકુબેન, અગરિયા હિત રક્ષક મંચના મોરબી જિલ્લા કો-ઓર્ડિનેટર મારુતસિંહ બારૈયા તથા આંગણવાડી વર્કર સોનલબેન દ્વારા 26 બાળકોને બાલશક્તિ પોષણ કીટ, 3થી 6 વર્ષના 31 બાળકોને સુખડી, સગર્ભાઓ અને 4 ધાત્રીઓને માતૃશક્તિ કીટ, 13 કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં માળીયા તાલુકાના તમામ વિસ્તારોમાં પોષણ કિટનું વિતરણ કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.