માળિયા : માળિયા મિયાણાના વાડા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા 11 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. 49 હજારની રોકડ કબ્જે કરી તમામ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા મિયાણા પોલીસે વાડા વિસ્તારમાં જઈને હસનભાઈ મહંમદભાઈ મોવરના મકાન પાસે આવેલ બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા આમદભાઈ હનીફભાઈ મોવર, અલારખાભાઈ દાઉદ જેડા, તાજમામદભાઈ ડાડાભાઈ કટીયા, નુરાલીભાઈ જશાભાઈ સમાણી, ગુલમામદભાઈ જીવાભાઈ મોવર, રસુલભાઈ કરીમભાઈ જામ, અબ્દુલભાઇ નૂરમામદ ભટ્ટી, હાસમભાઈ દાઉદભાઈ પારેડી, ઇશાભાઈ ઉંમરભાઈ મોવર, ઇકબાલભાઈ આમદભાઈ કટીયા, દાઉદભાઈ ઓસમાણભાઈ પઠાણને રૂ. 49,990ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.