માળીયા(મી) : મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની પાસા વોરંટને આરોપીઓને શોધી કાઢવાની સુચના અન્વયે માળીયા(મી) પોલીસે છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપી સુરેશ ઉદયસિંહ ડાભી (ઉ.વ.33, રહે સરાતરા, તા. હમીરગઢ, જી.બનાસકાંઠા) વાળાને પોતાના વતનમાંથી શોધી કાઢી રાજકોટ જેલ ખાતે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.