હળવદ : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે 16 એપ્રિલના રોજ હળવદ ઘટક ખાતે વૈજનાથ મહાદેવ મંદિર હળવદ જગ્યામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન એચ. ઉપાધ્યાય, તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ગૌસ્વામી, ચેરમેન મહિલા અને બાળ વિકાસના પ્રતિનિઘિ રવજીભાઈ પરમાર, ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ ઉર્વશીબેન પંડયા, સુપરવાઈઝર મમતાબેન રાવલ, આજના પ્રોગ્રામના દાતા નિવૃત આંકડા મદદનીશ એ. એમ. સંઘાણી, પાટિયા ગ્રુપ હળવદ, વિદ્યાબેન બળવંતભાઈ જોશી તથા હળવદ આઈ.સી.ડી.એસ. સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.આ કાર્યક્રમમાં હળવદ ઘટકના સર્વ ધર્મોના 40 સગર્ભા માતાને સંસ્કારી બાળકો માટે ગર્ભ સંસ્કારની વિધિ ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત હળવદ-1 સેજાની આશરે 40 સગર્ભા મહિલા લાભાર્થીને પાટિયા ગ્રુપ હળવદ તરફથી ખજૂર તેમજ વિદ્યાબેન બળવંતભાઈ જોશી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ તરફથી લીલા નારિયેળ સગર્ભા મહિલાઓને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.