વાંકાનેર : આઇસીડીએસ વાંકાનેર ઘટક-1ના કોઠારીયા ગામે આજરોજ અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત કરેલ સગર્ભા બહેનોને વ્યસનોથી દૂર રહેવા સમજાવવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં સેજાના મુખ્ય સેવિકા કારાવદરા રેખાબેન આરોગ્ય વિભાગમાંથી ફિમેલ હેલ્થ વર્કર મદીનાબેન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સોયેબભાઈ, શિક્ષણ વિભાગમાંથી આચાર્ય રમેશભાઈ તેમજ સગર્ભા બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. તેમજ ગામની દૂધ સહકારી મંડળીના સભ્ય વકાલીયા રસુલ રહીમભાઈ તરફથી સગર્ભા બહેનોને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.