મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજ રોજ તારીખ 5 એપ્રિલે મોરબી-2 ઘટકના ઘૂટું ગામે સરમરિયા દાદા મંદિર જગ્યામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ઘૂટું સેજાની આશરે 25 સગર્ભા મહિલા લાભાર્થીને અઠવાડિયામાં એક વાર તેમ 3 મહિના સુધી સુખડી અને ખજુર આપવાની હોય તે હેતુંથી આજે ઘૂટું ગૌશાળાના સભ્ય નરશીભાઈ સોરીયા તેમજ ઘૂટું ગરબી મંડળના સભ્ય જયેશભાઈ દ્વારા સુખડી, ખજુર અને નાસ્તાનું સગર્ભા મહિલાઓને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ગર્ભ સંસ્કાર કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી ગોજીયા રમીલાબેન, જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. શાખાના પ્રતિનિધિ અશોકભાઈ, તાલુકા પંચાયતના સભ્ય વિનોદભાઈ ચોહાણ, ઘૂટું ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ગૌતમભાઈ, ગ્રામ પંચાયત સભ્ય દેવજીભાઈ, મુખ્ય સેવિકા તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.