મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. જે હેઠળ આજ રોજ 29 માર્ચના રોજ મોરબી ઘટક-2 ના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.જેમાં ગર્ભ સંસ્કાર વિધિમાં 19 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટ, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, સીડીપીઓ ભાવનાબેન ચારોલા, ભાવનાબેન કડીવાર ગાયત્રી ચેતના કેન્દ્ર, પીપળી ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન જેઠલોજા, મંત્રી બી.આર. ઝાલા, રમીલાબેન પારેઘી, મુખ્ય સેવિકાઓ, વર્કર બહેનો અને આઇ.સી.ડી.એસ. નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સુચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં દાતા ચેતનાબેન જેઠલોજા, રમીલાબેન પારેઘી, રાજુભાઈ ડાભી, રમેશભાઈ, જીગ્નેશભાઈ કુબાવતે સગર્ભા બહેનો માટે પોષણ કીટ(ખજુર,સુખડી)નું વિતરણ કર્યું હતું.