મોરબીમાં લોકો હેલિપેડ ગ્રાઉન્ડમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં આવે કે, ક્રિકેટ રમે તે અધિકારીઓને પસંદ નથી ! લોકોએ ધારાસભ્ય સમક્ષ રજુઆત કરીhttps://youtu.be/ly51_frbQPsમોરબી : ગુજરાતના લોકો શારીરિક રીતે સ્વસ્થ બને અને રમત-ગમતમાં આગળ વધે તે માટે ગુજરાત સરકાર લખલૂંટ ખર્ચ કરી ખેલ મહાકુંભના આયોજન કરે છે ત્યારે તેથી તદ્દન ઉલટી માનસિકતા ધરાવતા મોરબીના સરકારી બાબુઓ લોકો સરકારી ગ્રાઉન્ડમાં મોર્નિંગ વોક કરવા આવે કે ક્રિકેટ રમવા આવે તે પસંદ ન પડતા અદેખાઈ કરીને સાવ પડતર પડેલા હેલિપેડ ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા કરી નાખતા ગુસ્સે ભરાયેલા લોકોએ મોરબી -માળિયાના ધારાસભ્ય કાંતિલાલ સમક્ષ આ ગંભીર બાબતની ફરિયાદ કરી છે.મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સર્કિટ હાઉસ નજીક સરકારી હેલિપેડ આવેલ છે પરંતુ નજીકમાં જ આવેલ એક ટાવર નડતરરૂપ હોય અહીં છેલ્લા ઘણા સમયથી હેલીકૉપટર ઉતારવામાં આવતું ન હોય આ પડતર ગ્રાઉન્ડમાં મોરબીના સ્વાસ્થ્ય પ્રેમીઓ સવારે મોર્નિંગ વોક, જોગિંગ કસરત કરવી તેમજ નવરાશના સમયે અહીં ક્રિકેટ રમવા માટે લાંબા સમયથી આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરી રહ્યા છે, જો કે, લોકો આરોગ્ય પ્રત્યે સજાગ બનું અહીં કસરત કરવા આવે તે સર્કિટ હાઉસના બાબુઓને પસંદ ન આવતા ઈર્ષા અદેખાઈ કરી અહીં કચરાના ઢગલા ખડકી દેતા લોકોમાં રોષ છવાયો છે.બીજી તરફ અહીં નિયમિત મોર્નિંગ વોકમાં આવતા લોકોએ ગ્રાઉન્ડમાં શા માટે કચરાના ઢગલા કરી નાખ્યા તે બાબતે સર્કિટ હાઉસના અધિકારીને રજુઆત કરવા જતા સતાના મદમાં રાચતા બાબુ સાહેબે આ ગ્રાઉન્ડ પ્રાઇવેટ છે તમે અહીં યોગા, મોર્નિંગ વોકમાં ન આવી શકો તેવો જવાબ આપતા ગુસ્સે ભરાયેલા લોકોએ મોરબી -માળિયાના જાગૃત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સુધી પોતાની વેદના ઠાલવી લોકોની સુખાકારી માટે અકડુ અધિકારીઓને ભાન કરાવવા માટે રજુઆત કર્યાનું જાણવા મળે છે.