મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર નદીના ઢાળ ઉપર કોઈએ કચરો નાખી કચરો સળગાવ્યો હોવાની ઘટના રાત્રે સામે આવી છે. આ આગે મોટું સ્વરૂપ ધારણ કરતા બાજુમાં એક ટીસી સુધી ધુમાડો પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી રીતે કચરો સળગાવવો જોખમી બની શકે છે. જો આગ ટીસી સુધી પ્રસરે તો કોઈ દુર્ઘટના પણ સર્જાય શકે છે. હાલ તંત્ર આ મામલે શુ પગલાં લ્યે છે તે જોવું રહ્યું.