નગરપાલિકાનો ફોન બંધ આવતો હોય ફરિયાદ કરવી તો ક્યાં કરવી ? સ્થાનિકોનો આક્રોશ મોરબી : મોરબીના નહેરુ ગેઇટ અંદર મેઈન બજારમાં આવેલ જમાદાર શેરીમાં કચરાના ગંજ ખડકાયા છે. જેથી બેસુમાર ગંદકી ફેલાય રહી છે. જો કે, નગરપાલિકાનો ફોન બંધ આવતો હોય ફરિયાદ કરવી તો ક્યાં કરવી ?તેવો સ્થાનિકોનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મોરબીના નહેરુ ગેઇટ અંદર મેઈન બજારમાં આવેલ જમાદાર શેરીમાં કચરાના ઢગલા ખડકાયા છે. ડુંગરની જેમ કચરાના ઢગલાનો ખડકલો થયો છે. હમણાં જ સામાન્ય વરસાદ પડ્યો હોય કચરાના ઢગલા ઉપર વરસાદનું પાણી પડતા હદ બહારની ગંદકી ફેલાય રહી છે. આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકો કહે છે કચરાના ઢગલાનો ત્રાસ વહે સહન થતો નથી. ગંદકી વધી રહી હોય આરોગ્યનું જોખમ ઉભું થયું છે. સામે નગરપાલિકામાં ફોન કરીએ પણ ફોન બંધ આવતો હોય તો આ અંગેની ફરિયાદ કરવી તો ક્યાં કરવી તેવો બળાપો ઠાલવ્યો છે અને તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.