મોરબી : શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં સૌ લોકો ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે બહાદુરગઢ ગામની પ્રાથમિક શાળામાં પણ તા. 27/9/25 ના રોજ શિક્ષકો, બાળકો અને ગ્રામજનોએ સંયુક્ત રીતે જોડાઈને ગરબે રમીને માતાજી પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરી હતી. આચાર્ય પ્રદીપભાઈ કુવાડીયા દ્વારા ગરબે રમવા પધારેલા સર્વેનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.