મોરબી : ખેડૂતોને ન્યાય અપાવવાના હેતુથી જેતપર ગામ ખાતે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બહુચર મહિલા મંડળ, મહેન્દ્રનગર ગ્રુપ દ્વારા પ્રસ્થાપિત 'આનંદ નો ગરબો' કાર્યક્રમ જેતપર ખાતે યોજાવા જઈ રહ્યો છે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ તારીખ 23/6/2026, મંગળવારના રોજ બપોરે 2 વાગ્યે જેતપર ગામ ખાતે રાખવામાં આવેલ છે. ખેડૂતોના સમર્થનમાં અને તેમને ન્યાય અપાવવા માટે આયોજિત આ ગરબામાં બહુચર મહિલા મંડળ દ્વારા તમામ ભાવી ભક્તોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે બહુચર મહિલા મંડળ, મહેન્દ્રનગર ગ્રુપના સંપર્ક નંબર 7863034401 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #Jetpar #FarmersJustice #AnandNoGarbo #BahucharMahilaMandal #MorbiNews #GujaratFarmers