મોરબી : હળવદમાં આવેલ મહર્ષિ ગુરૂકુલ ખાતે અંતિમ નોરતે ગરબા સ્પર્ધા યોજાઇ હતી. નવરાત્રીના પવિત્ર તહેવારે મહર્ષિ ગુરૂકુલમાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર નવરાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં હોસ્ટેલમાં રહેતા ભાઇઓ–બહેનોએ ગરબા ગાઇને માતાજીની અરાધના કરેલ હતી. ધોરણ 6થી કોલેજ સુધી ગુરૂકુલ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં વિશાળ ગ્રાઉન્ડમાં રાસ ગરબાની મજા માણી હતી. નોમના દિવસે સાયન્સ, કોમર્સ અને માધ્યમિક આમ ત્રણ વિભાગમાં ગરબા સ્પર્ધા યોજાઇ હતી. ભાઇઓ–બહેનોને બેસ્ટ ખેલૈયાના ઇનામો શિલ્ડ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે આવેલા નિષ્ણાંતોએ ઝીણવટથી નિર્ણય લેવા માટે સઘન અને સુક્ષ્મ નિરીક્ષણ કરીને ખુબજ ૨સાકશી વચ્ચે યોજાયેલ ગરબા સ્પર્ધામાં ખેલૈયા વિજેતાઓના નામ ઘોષિત કર્યા હતા. જેમાં ડોડીયા હરપાલ (ધો.10), ખાંદલા સચિન (ધો.9), પટેલ શ્રેયા (ધો.10), પટેલ કંગન (ધો.9), ડોડીયા હરદેવ (ધો.12 કોમર્સ), વસિયાણી કરણ (ધો.12 કોમર્સ), પટેલ યાચી (ધો.11 કોમર્સ), ચાવડા પ્રિતિ (ધો.11 કોમર્સ), સિતાપરા બેચર (ધો.12 સાયન્સ), ૨ાઠોડ પાર્થ (ધો.12 સાયન્સ), સોનાગરા દિવ્યા (ધો.12 સાયન્સ), મકવાણા ધ્રુવી (ધો.11 સાયન્સ), સારદિયા સાગર (ધો.10)નો સમાવેશ થાય છે. ખેલૈયાઓને જુદા જુદા વિભાગમાંથી વિજેતા જાહેર કરાયા હતા. મહર્ષિ ગુરૂકુલના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તરફથી વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..